અઝોલા



અઝોલા ખેતી પશુપાલન એકબીજાના પૂરક છે તેમ આદિજાતિ અને પશુપાલન એકબીજાના જીવનના સંવેદનશીલ આત્મીય જીવ છે. જીવે ત્યાં સુધી જીવની જેમ પશુપાલનને સાચવે છે, લાલન પાલન કરે છે અને કાળજી લે છે. ભુખ્યું પશુ રહે તે તેને પાલવે નહીં, ઘાસ આપદાને દૂર કરવા પશુઆહારમાં અઝોલાને સામેલ કરીને શુક્રાબહેને એક નવો જ રાહ ચિંધ્યો છે. અઝોલા એ ગાય, ભેંસ, મરઘા, બતકા, ડુક્કર, બકરા જેવા પશુઓ માટે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખોરાક છે. નહીવત ખર્ચ, ઝડપી પરત બની શકે તેવું સ્વાદિષ્ટ અઝોલા ખવડાવવાથી દૂધ વધારે, ઘાટ્ટુ અને સારી ગુણવત્તાવાળું મળે છે. એટલે જ તો દૂધને સંપૂર્ણ આહાર તરીકે આરોગ્ય વિભાગે જાહેર કર્યુ છે. અઝોલા એ માત્ર પશુઆહાર તરીકે જ નહીં પણ જમીનમાં ખાતર તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. ડાંગરની ક્યારીમાં અઝોલાનું વાવેતર કરવામાં આવે તો તે અઝોલા, સેવાળ, લીલી વનસ્પતિ હવામાંથી નાઈટ્રોજન પોતાના પાંદડામાં ઝીલીને સંગ્રહ કરીને ઉમેરો કરે છે. જેથી ૨૦ ટકા જેટલી ઉત્પાદનમાં વૃદ્ધિ થાય છે. ડાંગરમાં યુરિયાની જરૂરિયાત રહેતી નથી અને ઉત્પાદનમાં વધારો થઈ આવકની વૃદ્ધિ થાય છે. જીરો બજેટમાં ખેતી થાય છે. તે એક લીલા ખાતરની ગરજ છોડને પુરી પાડે છે. તેથી ખેડૂતોને ઉપયોગી થાય છે. જ્યારે પશુપાલકો પશુઓને દૈનિક ધોરણે ઘાસચારો તો આપતા જ હોય છે. પરંતુ ઉનાળા-ચોમાસા-શિયાળાની ઋતુમાં લીલો ઘાસચારો મેળવવો મુશ્કેલ હોય ત્યારે ઘાસની અવેજીમાં પૂરક આહાર તરીકે અઝોલા ઘાસચારાની ખોટને પુરી કરે છે. તે ખાણદાણનો એક વિકલ્પ પણ બની રહે છે. અઝોલા પૌષ્ટિક આહાર તરીકે કારગત છે. અઝોલા તૈયાર કરવાની તકનીક સાનુકૂળ જમીનમાં ૧૦ મીટર x ૫ મીટર x ૨ ફૂટ ઊંડો અથવા ૫ મીટર x ૫ મીટર x ૨ ફૂટ ઉંડો ખાડો બનાવી ૧૦૦ થી ૧૫૦ માઈક્રોન જાડાઈના એલ.ડી.પી.ઈ. પ્લાસ્ટિકને ખાડામાં તથા તેની અંદરની ચારે બાજુની દીવાલ પર તથા પાળની ઉપરની બાજુએ વ્યવસ્થિત રીતે પાથરી ઉપજાઉ માટીને ખાડામાં પ્લાસ્ટિક ઉપર લગભગ ૧ ફૂટ સુધી પાથરી દેવી. તેના ઉપર સપ્રમાણમાં છાણની રબડીનું પાતળું થર બનાવી ખાડાને આશરે ૫ થી ૧૫ સે.મી. જેટલો પાણીથી ભરવામાં આવે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા દ્વારા અઝોલા અંગે માર્ગદર્શન અને જાણકારી આપતા અમે આ અઝોલા ઉગાડવાનું નક્કી કર્યું હતું. જેના સારા પરિણામ મળી રહ્યાં છે. પોષકતત્વોની દ્રષ્ટિએ અઝોલા કૃષિ-પશુપાલન માટે રામબાણ અઝોલાને સામાન્ય શબ્દોમાં કહીએ તો એક પ્રકારની લીલ છે. પાણીમાં થતી હંસરાજ પ્રકારની વનસ્પતિ છે. તે ઝડપી તૈયાર થતી વનસ્પતિ છે. પોષકતત્વોની દ્રષ્ટિએ ખુબ જ સમૃદ્ધ અઝોલામાં સુક્ષ્મ ભારના આધાર પર એમાં પ્રોટીનનું પ્રમાણ લગભગ ૨૦-૩૦ ટકા જેટલું રહેલું છે. અઝોલામાં ખુબ વધુ માત્રામાં પ્રોટીન, એમીનો એસીડ, વિટામીન એ અને બી-૧૨ સહિત આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ ફેરસ, ઝીંક, કોપર અને લોહ સિવાય જરૂરી પ્રોટીન-મિનરલ્સ પણ રહેલા છે. પશુઓના શરીરને જોઈતા તમામ પોષકતત્વો પુરા પાડે છે. આ બધા ગુણોને કારણે અઝોલા સસ્તું, સુપાચ્ય અને પશુ આહારના રૂપમાં ખેડૂતો-પશુપાલકો વચ્ચે ખુબ જ લોકપ્રિય બન્યું છે. અઝોલા ખવડાવવાથી પશુઓને થતા લાભો અઝોલાને ચારણી અથવા વાંસના ટોપલામાં પાણીની ઉપરથી લેવામાં આવે છે. ત્યાર પછી અઝોલાને ચોખ્ખા પાણીથી ધોઈ દાણ સાથે મિશ્ર કરી પશુઓને ખવડાવવામાં આવે છે. અઝોલા સસ્તુ તેમજ પૌષ્ટિક પશુ આહાર છે. જે સામાન્ય આહાર ખાવા વાળા પશુઓ કરતા સારું એવું સ્વાસ્થ્ય કેળવે છે. પશુમાં વાંઝીયાપણું નિવારવાથી લઈને દૂધ ઉત્પાદનમાં પણ અઝોલા ઉપયોગી છે.